Friday, November 02, 2007

રાખી છે...


તરસને સાવ બારોબાર રાખી છે
પ્રસંગોપાત, ધારોધાર રાખી છે।

તમે રાખી નજર કાયમ કિનારાપર
અમે, સાતેય દરિયાપાર રાખી છે!

હજૂ ક્યાં કોઇએ ચર્ચા ઉખેડી છે?
છતાં, આખી કથા તૈયાર રાખી છે।

લડીલેશું સમયઆવ્યે, બધીરીતે
પ્રથમથી, જાતને ખુંખાર રાખી છે!

તમે ખુદથી અજાણ્યાથઇ ફરો છો, નેં
અમે કુદરતનેં હિસ્સેદાર રાખી છે!

ખબર છે કોઇ નહીંઆપે કશું, છેલ્લે
અપેક્ષા, આપ-લે ની બહાર રાખી છે!

દિવંગત સ્વપ્નનાં અવશેષવચ્ચે, પણ
સજીવન સ્વપ્નની ભરમાર રાખી છે!



ડૉ. મહેશ રાવલ

8 Comments:

At 11:05 PM , Blogger Pinki said...

વાહ્ !! મહેશ અંકલ...
અફસોસ! અત્યાર સુધી આપના બ્લૉગની મુલાકાત કેમ ના લીધી?!

જે શેર ગમે એને copy-paste કરું પણ
આજે તો આખી ગઝલ જ copy-paste !!

દરેક શેર દમદાર અને નવા કલ્પન સાથે.......... !!

આજે જ આપના બ્લૉગની જાણકારી મારા મિત્રોને કરવી જ પડે ......!!

 
At 12:12 AM , Blogger Chetan Framewala said...

બહુજ સ-રસ, સરળ અને અર્થ સભર ગઝલ.
અભિનંદન....
એક વિનંતી...
આપ આપ્ના બ્લોગ પર જ્યારે નવી રચના પોસ્ટ કરો તો એની જાણ
http://groups.yahoo.com/group/gujaratipoetrycorner/
આ ગ્રુપ પર કરો જેથી સૌ કાવ્ય રસિકો આપની સુંદર રચના માણી શકે.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

 
At 1:23 AM , Blogger નીરજ શાહ said...

ખૂબ સરસ મહેશભાઈ,
આજે પીંકીબેનનો ઈ-મેઈલ વાંચ્યોને તમારા બ્લોગ પર આવી ચઠ્યો. અત્યાર સુધી એ ધ્યાનમાં ન આવ્યો એ અફસોસ. એકે એક શેર સરસ છે.

 
At 1:44 AM , Blogger નીતા કોટેચા said...

ખુબ આભાર પીંકી બેન.
આપના લીધે અમને આ સારો બ્લોગ મલ્યો.

ખુબ જ સરસ ગઝલ છે

 
At 5:03 AM , Blogger Shah Pravinchandra Kasturchand said...

અરે,આતો અણમોલ મોતી મળી ગયું.

 
At 1:48 PM , Blogger kakasab said...

Nice blog, with nice and touchy poems.

 
At 1:36 AM , Blogger ...* Chetu *... said...

VERY NICE...!! THANKS PINKIBAHEN & MAHESHBHAI..!

 
At 1:19 AM , Blogger Unknown said...

A nice Gazla.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home