Monday, November 05, 2007

અઘરું પડે છે

આવરણ ઉતારવું અઘરું પડે છે
સત્યને સ્વીકારવું અઘરું પડે છે

એ અલગ છે કે,સફળતા સાંપડે
હારને સ્વીકારવું અઘરું પડે છે

ઉતરે તો જિન્દગી ઉતરે ગળે
મોતને ઉતારવું અઘરું પડે છે !

-ડૉ.મહેશ રાવલ

2 Comments:

At 9:57 PM , Blogger વિવેક said...

નાની પણ મજાની ગઝલ... ત્રણેય શેર ધારદાર થયા છે. વાંચતાની સાથે લાગે કે હજી થોડા શેર મળ્યા હોત તો મજા આવત...

 
At 2:04 PM , Blogger JP said...

I agree with what Vivekbhai has said.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home