Friday, November 30, 2007

આખું નગર

રાત આખી ઝળહળે આખું નગર
ને,દિવસભર ટળવળે આખું નગર!

કઈંનથી,પણ તોય જાણે કઈંક છે
કાં નહિંતર સળવળે આખું નગર ?

ભેજ જેવું હોય સહુની આંખમાં
આડકતરૂં,ઓગળે આખું નગર !

ક્યાંક જો,અમથું છમકલું થાય તો
કેટલી રીતે બળે,આખું નગર !

સ્વપ્ન,ઊગે-આથમે રસ્તા ઉપર
રોજ ખરડાતું મળે,આખું નગર

પ્રશ્ન જેવી જાત લઈને,આમ તો
અર્થ ખાતર નીકળે,આખું નગર !

ક્યાંય પડછાંયો નજર આવે નહીં
માણસોથી ખળભળે,આખું નગર !

ડૉ મહેશ રાવલ

1 Comments:

At 3:30 AM , Blogger Pinki said...

દરેક શેર ખૂબ જ દમદાર.......

પણ ,
પ્રશ્ન જેવી જાત લઈને,આમ તો
અર્થ ખાતર નીકળે,આખું નગર !
આ શેર સાંભળવા તો નીકળે આખું નગર......!!

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home