Wednesday, October 22, 2008


... યાદ રાખે છે !

તમારી હર દુઆઓ, બદદુઆથી બાદ રાખે છે
તમારાથી વધારે, કોણ અમને યાદ રાખે છે !

હતો ક્યાં કોઇ મતલબ જિંદગીનો, જિંદગી પાસે
તમારો સાથ, અમને હરપળે આબાદ રાખે છે !

નહીંતર ક્યાં હતું એકેય કારણ, આપવા જેવું
હવે હરએક કારણ, અર્થનો ઉન્માદ રાખે છે !

તમે છો, એજ આશ્વાસન અસલ જાહોજલાલી છે
તમારા નામનો વૈભવ, અલગ આસ્વાદ રાખે છે !


ડો.મહેશ રાવલ

4 Comments:

At 6:45 PM , Blogger સુરેશ જાની said...

નથી એ રાખતા કંઈ ખ્યાલ મારો કેમ કહેવાયે?
નથી એ રાખતા, તો કોણ મારો ખ્યાલ રાખે છે?
- રાજકોટના જ 'ઘાયલ'

 
At 6:12 AM , Blogger Unknown said...

ચારે ય સુંદર શેરોમા આ ખૂબ ગમ્યા
તમારી હર દુઆઓ, બદદુઆથી બાદ રાખે છે
તમારાથી વધારે, કોણ અમને યાદ રાખે છે !
હતો ક્યાં કોઇ મતલબ જિંદગીનો, જિંદગી પાસે
તમારો સાથ, અમને હરપળે આબાદ રાખે છે !
યા દ આ વી...
તમારો સાથ મળી જાય આખા રસ્તે જો
તો બંને સાથ ક્ષિતિજને ઉઠાવી લઈ જાશું
pragnaju

 
At 1:18 AM , Blogger Unknown said...

Happy Diwali.
Happy New Year.

 
At 5:56 AM , Blogger Unknown said...

Vaah Vaah Vaah Uncle... This Gazal is dedicated to Aunty, isnt it..!! very very nice...

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home