Sunday, August 10, 2008

આપણું મૂલ્ય !

પ્રસંગે-પ્રસંગે નિખરતું જવાનું
પછી,એ પ્રસંગો વિસરતું જવાનું !

શિરસ્તો હતો કાલ,'ને આજપણ છે
ન જીતી શકો તોય,રમતું જવાનું !

રહી કયાં કદી કોઇની બંધમુઠ્ઠી ?
ઉઘડતાં-ઉઘડતાં,ઉઘડતું જવાનું !

ઘડી,પળ,બધું હોય છે પૂર્વ નિશ્ચિત
સમય ફેરવે એમ,ફરતું જવાનું !

નથી આપણું મૂલ્ય ઝાકળથી ઝાઝું
ટપકતાં-ટપકતાં નિતરતું જવાનું !


ડો.મહેશ રાવલ

7 Comments:

At 1:09 PM , Blogger ...* Chetu *... said...

ખૂબ સરસ રચના...

 
At 7:38 PM , Blogger Unknown said...

ઉઘડતાં ઉઘડતાં ઉઘડતું જવાનું..!વાહ મહેશભાઈ.
સરસ ભાવાભિવ્યક્તિ

 
At 10:15 PM , Blogger સુરેશ જાની said...

જીવન આમ સરળતાથી લેવાય, એ જ મુક્તી અને મોક્ષ.

 
At 5:10 AM , Blogger વિવેક said...

ઉઘડતાં-ઉઘડતાં,ઉઘડતું જવાનું !
-ક્યા બાત હૈ ! અદભુત રવાની...

 
At 7:07 AM , Blogger vijesh shukla said...

નથી આપણું મૂલ્ય ઝાકળથી ઝાઝું
ટપકતાં-ટપકતાં નિતરતું જવાનું !

આ પંકિત મને ખૂબ ગમી.

 
At 11:38 AM , Blogger Unknown said...

adbhut rachna chhe, saheb.

 
At 12:35 PM , Blogger Science Lover said...

નથી આપણું મૂલ્ય ઝાકળથી ઝાઝું
ટપકતાં-ટપકતાં નિતરતું જવાનું !


સાચે, કુદરત સામે આપણી વિસાત ઝાકળ જેટલી જ છે.સરસ પંક્તિઓ.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home