Thursday, October 09, 2008



સ્હેજ મોડી જાણ થઈ !


આધાર અળગો થઈજવાની,સ્હેજ મોડી જાણ થઈ
'ને શક્યતા ઓછીથવાની,સ્હેજ મોડી જાણ થઈ!

તૈયાર હું તો થઈ ગયો'તો એમને સત્કારવા
સંબંધ,પાછો તૂટવાની સ્હેજ મોડી જાણ થઈ !

સપનું ય જોયું'તું હકીકત જેમ,એની ના નથી
પણ કૈંક સાલ્લું!ખૂટવાની,સ્હેજ મોડી જાણ થઈ !

મેં તો લખી'તી માત્ર મારી વાત,વિસ્તારી જરા
ફણગો નવેસર ફૂટવાની,સ્હેજ મોડી જાણ થઈ !

નાજુક તબક્કે પણ ન છોડી આશ મેં,દીદારની
એ બંધ બારી ખૂલવાની,સ્હેજ મોડી જાણ થઈ !

સંઘર્ષ મારો દર્દથી આજન્મ ચાલ્યો, શું કરૂં !
બહુ કારગત,નવતર દવાની સ્હેજ મોડી જાણ થઈ !

હું એમ સમજી થઈ ગયેલો નિષ્ફિકર કે,છે બધાં
સંગાથ અડધે છૂટવાની,સ્હેજ મોડી જાણ થઈ !

જીરવી શકો નહીં તાપ તો,છેટાં જ રહેજો સૂર્યથી
કહેતાં નહીં કે,ઉગવાની સ્હેજ મોડી જાણ થઈ !


ડો.મહેશ રાવલ

8 Comments:

At 4:34 PM , Blogger નીતા કોટેચા said...

તૈયાર હું તો થઈ ગયો'તો એમને સત્કારવા
સંબંધ,પાછો તૂટવાની સ્હેજ મોડી જાણ થઈ

khub hradaysparshi vat

 
At 1:44 AM , Blogger Pragna said...

માનનીય ડો. રાવલ,

સૌ પ્રથમ આપનો ખુબખુબ આભાર કે આપે મારો બ્લોગ નિરાંતે વાંચી આટલી સુંદર કોમેન્ટ્સ આપી તેના માટે. હું આપની રચનાઓ ખુબજ પસંદ કરું છું અને મારા બ્લોગ ની શરુઆત માં જ મે આપની ગઝલ ને મારાં બ્લોગમાં ટપકાવી છે (તમારી રજા વગર). આજે ઘણાં વખત પછી આપનાં બ્લોગની મુલાકાત લીધી અને ઘણી સુંદર રચનાઓ ને મારાં બ્લોગ માં સમાવવાની ઈચ્છા થઇ ગયી. હું પણ આપનો બ્લોગ નિરાંતે વાંચવાં ખુબજ ઉત્સુક છું. ફરી એક વાર આપનો ખુબ ખુબ આભાર.

પ્રગ્ના.

 
At 4:18 AM , Blogger Unknown said...

‘સ્હેજ મોડી જાણ થઈ..’ અલગ રદીફમાં સરસ મઝાની ગઝલ. જીવનમાં બનતી ઘટનાઓ બાબતે આપણને સ્હેજ મોડી જાણ થાય તેનો અફસોસ સચોટ રીતે ઉપસાવ્યો છે.

 
At 4:59 AM , Blogger ...* Chetu *... said...

very nice words..!

 
At 5:30 AM , Blogger Pinki said...

જીવનમાં બનતી ઘટનાઓ બાબતે આપણને સ્હેજ મોડી જાણ થાય તેનો અફસોસ સચોટ રીતે ઉપસાવ્યો છે.

very true !!!

v.nice gazal

 
At 11:48 PM , Blogger વિવેક said...

ફરી એકવાર સુંદર ગઝલ...

 
At 1:31 AM , Blogger Pragna said...

ડો. સાહેબ,
આપની તો બધીજ રચનાઓ એટલી સુંદર છે કે બધીજ રચનાઓ માટ કોમેન્ટ્સ આપવાની ઇચ્છા થાય છે પણ નવરાશથી લખીશ તો વધારે મજા આવશે.
આપના ત્રણે બ્લોગની માહિતી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ. આપનું સૂચન ખરેખર અસરકારક છે. આપના સૂચનને હું જરુર થી અનુસરીશ. આપ મારા બ્લોગ માટે જરુર જણાય તો બીજા સૂચનો પણ કરશો તો મને ખરેખર ખુબ આનંદ થશે.

પ્રજ્ઞા.

 
At 10:42 PM , Blogger prashant gandhi said...

saras dost hame mumbai na gujrat gujrati bachse ke nahi ani matr charcha ma vyast chiye tayare tamara jeva gujrati bhasa ne shangarnara mehanat kari rahiya chhe aeno ananad chhe hu prashannt gandhi bpharm mba mumbai thi ek gazal no ishique

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home