Thursday, August 28, 2008


જિંદગી !

રાત રાત જાગવાનું નામ,જિંદગી
જાતને ચકાસવાનું નામ,જિંદગી !

એકમાં અનેક,'ને અનેક એકમાં
સુક્ષ્મનેં પિછાણવાનું નામ,જિંદગી !

અન્યથી અલગ તરી બતાવવા,સતત
સ્હેજ ફેર રાખવાનું નામ,જિંદગી !

મૂળ રંગ જાળવી,તમામ રંગમાં
ઓગળી બતાવવાનું નામ,જિંદગી !

જઈ શકાય એટલી હદે ગયા પછી
હદ વિષે વિચારવાનું નામ,જિંદગી !


ડો.મહેશ રાવલ

7 Comments:

At 7:51 PM , Blogger AKHIL sutaria said...

ખૂબ સરસ ..

... જઈ શકાય એટલી હદે ગયા પછી
હદ વિષે વિચારવાનું નામ,જિંદગી ! ...

કે એ હદને વિસ્તારવાનુ કામ એટલે જિંદગી !

 
At 8:27 PM , Blogger Unknown said...

મૂળ રંગ જાળવી,તમામ રંગમાં
ઓગળી બતાવવાનું નામ,જિંદગી !
સુંદર..મહેશભાઈ.

 
At 12:19 AM , Blogger વિવેક said...

મૂળ રંગ જાળવી,તમામ રંગમાં
ઓગળી બતાવવાનું નામ,જિંદગી !

જઈ શકાય એટલી હદે ગયા પછી
હદ વિષે વિચારવાનું નામ,જિંદગી

-સુંદર ગઝલ... અને છંદની ગેયતા તો આનંદાશ્ચર્ય આપી ગઈ... આ ગઝલ તમારા અવાજમાં જરૂર સંભળાવજો...

 
At 1:51 AM , Blogger સુરેશ જાની said...

બહુ જ સરસ. છેલ્લો શેર બહુ જ ગમ્યો.

 
At 5:41 AM , Blogger ...* Chetu *... said...

જઈ શકાય એટલી હદે ગયા પછી
હદ વિષે વિચારવાનું નામ,જિંદગી ! ...

ખુબ સરસ ...

 
At 6:49 AM , Blogger Pinki said...

sundar gazal .......

chella be sher khub j saras

 
At 9:48 AM , Blogger Unknown said...

મૂળ રંગ જાળવી,તમામ રંગમાં
ઓગળી બતાવવાનું નામ,જિંદગી !

gamyu.. saras

Lata Hirani

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home