Friday, November 14, 2008



ખેરાત લખવી છે !

તરસથી પર થવાની વાત લખવી છે

તબક્કાવાર આખી જાત લખવી છે !

દિવસ ક્યાં હોય છે મહોતાજ વર્ણનનો ?
રહસ્યો ખોતરીને રાત લખવી છે !

નથી લખવા મરણના એકપણ કિસ્સા
ઉતર-ચડ શ્વાસની ખેરાત લખવી છે !

હલેસા,તટ,વમળ,જળ,નાવ,શઢ,નાવિક
વકલ દરિયાની સાતેસાત લખવી છે

લખાયો છે સતત ઈશ્વર, તવારિખમાં
મનુષ્યોમાત્રની ઓકાત લખવી છે !

થયાં છે લોક જેનાથી વિમુખ આજે
ફરી, એ લાગણી સાક્ષાત લખવી છે

પ્રથા તો છે બધું ભૂલી જવાની, પણ
અમારે યાદની અમીરાત લખવી છે !

ડો.મહેશ રાવલ

5 Comments:

At 8:17 PM , Blogger Manthan Bhavsar said...

અદભુત

 
At 9:38 PM , Blogger Unknown said...

ખૂબ સુંદર ગઝલ...! વાત લખવી છે રદીફ સાથે સાચે જ થોડામાં ઘણું લખ્યું છે.

 
At 2:13 AM , Blogger ...* Chetu *... said...

ખૂબ સરસ ...

 
At 2:48 AM , Blogger વિવેક said...

રહસ્યો ખોતરીને રાત લખવી છે !
-ક્યા બાત હૈ!

સુંદર ગઝલ...

 
At 7:51 AM , Blogger Unknown said...

હલેસા,તટ,વમળ,જળ,નાવ,શઢ,નાવિક
વકલ દરિયાની સાતેસાત લખવી છે
વાહ
તેમની જ પંક્તીઓ યાદ આવી
ખબર છે સાત દરિયા છે, કદાચિત્ આઠ પણ નીકળે
કહી દ્યો જાવ એને, બુંદ તારો અર્થ માગે છે !
ક્યાં હતું ઊંડાણ જેવું કંઈ હવે
છીછરી ઓકાતને,અંકે કરો !

ખુદ બળીને બાળનારી છે વકલ
ઝટકરો,જઝબાતને અંકે કરો !

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home