Saturday, April 19, 2008

તમારાવગર !

ન ખુદની ખબર છે, ન ખુદની મમત છે
તમારા વગરનું જગત, ક્યાં જગત છે !

ઊગે-આથમે છે દિવસ, સાવ અમથાં
અને રાત, અમથો લખાયેલ ખત છે !

નથી મનતું મન, તમારું ન હોવું
હજુ એ સતત બસ, તમારામાં રત છે !

હવે તો મને પણ નથી હું ય મળતો
વિચારો ય જાણે અમસ્તી વિગત છે !

દિવસ પાથરે છે કલાઓ, દિવસભર
અને રાત આવી-જવાની રમત છે !


ડો.મહેશ રાવલ

1 Comments:

At 11:50 PM , Blogger વિવેક said...

સુંદર રચના...


મત્લામાં 'મમત' અને 'જગત' એમ કાફિયા બાંધ્યા પછી 'વિગત' કાફિયો આ ગઝલમાં થોડો અજાણ્યો લાગે છે...

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home