બને નહીં !
હશે કોઇ કારણ,નહીંતર બને નહીં
હ્રદય કોઇનું સાવ પથ્થર બને નહીં !
દિવસ જેમ ઊગી હશે કોઇ બાબત
કદી સામટા પ્રશ્ન,ઉત્તર બને નહીં !
અજુગતું કશુંક જો બને ,તો અલગ છે
મનુષ્યો,મિલનસાર અક્સર બને નહીં !
સમાધાન કરવું પડે,જાત સાથે
અને જાત અમથી ઉજાગર બને નહીં !
વિષય હોય નાજુક,તો ચર્ચાય ચોરે
બધી વાતનું કઈં વતેસર બને નહીં !
થયું હોય સાહસ,અસામાન્યરીતે
અમસ્તું જ,સામાન્ય સધ્ધર બને નહીં !
વધી જાય નખ,તો ત્યજે ટેરવાંને
છતાં,મૂળ સંબંધથી પર બને નહીં !
ડો.મહેશ રાવલ
1 Comments:
હોય એની વાત કરવી,
રોજ શેની વાત કરવી ?
- ફરી એકવાર સુંદર ગઝલ...
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home