રસ નથી !
નક્કર નથી, એ વિસ્તરણમાં રસ નથી
એકેય રીતનાં આવરણમાં, રસ નથી !
ઊંડાં હશે તો તાગશું મન, પ્રેમથી
પણ છીછરા એકેય જણમાં રસ નથી !
મૃગજળ અને જળનો ફરક સમજે નહીં
એવી તરસ, એવા હરણમાં રસ નથી !
પાછળ વળીને એટલે જોયું નથી
કે પાછલાં સંદર્ભ, ક્ષણમાં રસ નથી !!
ડો.મહેશ રાવલ
1 Comments:
બધા જ શેર મજેદાર થયા છે... આ બે ખાસ સ્પર્શી ગયા:
ઊંડાં હશે તો તાગશું મન, પ્રેમથી
પણ છીછરા એકેય જણમાં રસ નથી !
મૃગજળ અને જળનો ફરક સમજે નહીં
એવી તરસ, એવા હરણમાં રસ નથી !
છેલ્લા શેરમાં પ્રારંભે એક ગુરુ ખૂટે છે...
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home