Thursday, November 20, 2008



તરત ચર્ચા થશે...

વાત વિસ્તારો,તરત ચર્ચા થશે
સ્હેજ પરવારો,તરત ચર્ચા થશે

આમ તો સંતાડવાનું છે ચલણ
આંસુઓ સારો,તરત ચર્ચા થશે !

સ્વીકૃતિ દઈને જ આગળ જઈ શકો
તોડશો ધારો,તરત ચર્ચા થશે !

"ઘર બધાનાં છે અહીંયાં કાચના"
જો ન સ્વીકારો,તરત ચર્ચા થશે !

નોંધ નહીં લેવાય,જો જીવો સહજ
કાં મરો,મારો,તરત ચર્ચા થશે !

માત્ર, ઉત્તર આપવાની છે પ્રથા
પ્રશ્ન ઉચ્ચારો,તરત ચર્ચા થશે !

પાંખ કંઈ આશ્ચર્યની ઘટના નથી
આભ લલકારો,તરત ચર્ચા થશે !

ડો.મહેશ રાવલ

4 Comments:

At 5:52 PM , Blogger Unknown said...

જીવનમાં ચર્ચાસ્પદ બનવાના પ્રસંગોને સાંકળતું સુંદર શાબ્દિક ચિત્ર.

 
At 6:49 PM , Blogger સુરેશ જાની said...

Very true.
But why bother for it? Live as you want to. Let charcha do its role..

 
At 7:12 PM , Blogger Unknown said...

નોંધ નહીં લેવાય,જો જીવો સહજ
કાં મરો,મારો,તરત ચર્ચા થશે !
વાહ
આઘાતથી આવું થશે નહોતી ખબર મને,
સાબૂત સૌ ભીંતો રહી તોરણ બળી ગયાં

માત્ર, ઉત્તર આપવાની છે પ્રથા
પ્રશ્ન ઉચ્ચારો,તરત ચર્ચા થશે !
વાહ વાહ
ચર્ચા કરી રહ્યો છું સુરાલયમાં ધર્મની
મારાને સંતના સમાગમનું શું થશે?

 
At 5:33 AM , Blogger વિવેક said...

સુંદર ગઝલ.. રદીફ પણ મજેદાર અને બાની તો હંમેશ મુજબની જ....

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home