Tuesday, November 25, 2008



સરભર જેવું...

તરણા ઓથે ડુંગર જેવું
હોવું, જંતર-મંતર જેવું !

પાણી ટપકે પાણીમાંથી
લાગે, ઝીણી ઝરમર જેવું

મોજા પાછળ દોડે મોજું
વચ્ચે-વચ્ચે અંતર જેવું

નજરે-નજરે નોખી ભ્રમણા
બાકી, સઘળું સરભર જેવું

ખાલી હાથે આવન-જાવન
શું મુફલિસ, શું સધ્ધર જેવું !


ડૉ.મહેશ રાવલ

5 Comments:

At 6:08 PM , Blogger Unknown said...

નજરે-નજરે નોખી ભ્રમણા
બાકી, સઘળું સરભર જેવું
સુંદર શેર..

 
At 3:52 AM , Blogger Unknown said...

vaah vaah uncle...

are yaar... i like ur allll gazals... u r grt..!! after all uncle kona..!! hahaa..

 
At 5:50 AM , Blogger Unknown said...

ખાલી હાથે આવન-જાવન
શું મુફલિસ, શું સધ્ધર જેવું !
વાહ્
યાદ આવી
વ્મારા મૃતુયુ બાદ તમે આટલું કરજો જરુર
પુસ્ત્કોના પાનનું મુજને કફન પહેરાવજો
ઈંટ બદલે પૂસ્તકો મુકી મને દફનાવજો

 
At 5:36 AM , Blogger Pinki said...

ખાલી હાથે આવન-જાવન
શું મુફલિસ, શું સધ્ધર જેવું !

............ ??!!!

 
At 9:30 PM , Blogger વિવેક said...

ખાલી હાથે આવન-જાવન
શું મુફલિસ, શું સધ્ધર જેવું !

- મજાનો શેર... ઊંડી વાત!

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home