Saturday, December 06, 2008



સ્નેહનો ખૂણો.....

તસ્વીરનો ઈતિહાસ ક્યાં ઊણો હતો ?
મારા જ ઘરની ભીંતમાં લૂણો હતો !

સંબંધ નામે કંઈ નથી અસ્તિત્વમાં
પણ તોય, ચર્ચાનો વિષય કૂણો હતો !

છે આવરણ અંગાર માથે રાખનું
ભીતર, ધધખતો યાદનો ધૂણો હતો !

આખી હવેલી સંસ્મરણની ધ્વંસ થઈ
નિઃધ્વંસ કેવળ સ્નેહનો ખૂણો હતો !


ડો.મહેશ રાવલ

2 Comments:

At 5:34 AM , Blogger Shah Pravinchandra Kasturchand said...

તસ્વીરનો ઈતિહાસ ક્યાં ઊણો હતો ?
મારા જ ઘરની ભીંતમાં લૂણો હતો !
વાહ વાહ!
બહુત ખૂબ!
શબ્દનો ઇતિહાસ છે બહુ જ જૂનો ને જરી પુરાણો.
નો'તું જાણ્યું શબ્દનો ઉપયોગ આટલો શાણો હતો.

 
At 3:45 AM , Blogger Unknown said...

આખી હવેલી સંસ્મરણની ધ્વંસ થઈ
નિઃધ્વંસ કેવળ સ્નેહનો ખૂણો હતો !


vaah vaah Dr. Simply grt...!

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home