Monday, December 24, 2007

અમુક્ને બાદ કરવાથી !


ઘણું વત્તા થયું છે પણ,અમુક્ને બાદ કરવાથી
ફરી લીલું થયું છે રણ,અમુક્ને બાદ કરવાથી !

નદીની જેમ નીકળી લાગણી,ઉંડાણ બમણું લઈ
વછૂટી એમ,જાણે ધણ અમુકને બાદ કરવાથી !

અધૂરી ક્યાં રહી એકેય રીતે,શક્યતા પોતે ?
હવે ઉભરાય છે હર ક્ષણ,અમુક્ને બાદ કરવાથી !

ખરેખર જિંદગી પોતે જ કિસ્સો છે,અધુરપનો
મળી છે એટલી સમજણ,અમુક્ને બાદ કરવાથી !

નથી રાખ્યાં અમે એકેય કિસ્સા યાદ,અણગમતાં
છતાં પણ યાદ છે બે-ત્રણ,અમુક્ને બાદ કરવાથી !


ડૉ.મહેશ રાવલ

1 Comments:

At 4:17 AM , Blogger SV said...

Thank you for your comment on "ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો" http://forsv.com/guju/

I have included both your blogs in "ફોર એસ વી - સંમેલન" http://www.forsv.com/samelan/

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home