Saturday, January 19, 2008


બને નહીં !

હશે કોઇ કારણ, નહીતર બને નહીં
હૃદય કોઇનું, સાવ પથ્થર બને નહીં !

દિવસ જેમ ઊગી હશે, કોઇ બાબત
કદી સામટા પ્રશ્ન, ઉત્તર બને નહીં !

અજુગતું કશુંક જો બને તો અલગ છે
મનુષ્યો, મિલનસાર અક્સર બને નહીં !

સમાધાન કરવું પડે, જાત સાથે
અને જાત, અમથી ઉજાગર બને નહીં !

વિષય હોય નાજુક તો, ચર્ચાય ચોરે
બધી વાતનું કઈં વતેસર બને નહીં!

થયું હોય સાહસ અસામાન્ય રીતે
અમસ્તું જ સામાન્ય, સધ્ધર બને નહીં !

વધી જાય નખ,તો ત્યજે ટેરવાને
છતાં મૂળ સંબંધથી, પર બને નહીં !


ડૉ.મહેશ રાવલ

4 Comments:

At 1:12 AM , Blogger સુરેશ જાની said...

સાપ્રત સમાજના સંદર્ભમાં બહુ જ વીચારવા લાયક વાત લાવ્યા છો. બહુ ગમી.

 
At 10:00 PM , Blogger વિવેક said...

સમાધાન કરવું પડે, જાત સાથે
અને જાત, અમથી ઉજાગર બને નહીં !

-ખૂબ ચોટદાર શેર... અલગ-અલગ છંદોની માવજત પણ સરસ થઈ રહી છે...

 
At 2:47 PM , Blogger Unknown said...

khub j saras rachana laagi mane...bahu j gami...1-1 sher asarkarak chhe... very very nice..

 
At 4:25 PM , Blogger નીતા કોટેચા said...

હશે કોઇ કારણ, નહીતર બને નહીં
હૃદય કોઇનું, સાવ પથ્થર બને નહીં

કારણ વગર પણ લોકો હ્રદય ને પથ્થર નુ કરી લે છે.
અને એ પથ્થર થી બીજા નાં હ્રદય તોડતા પણ હોય છે.

તમારી બધી રચના ઓ બહુ જ સરસ છે.

http://neeta-kotecha.blogspot.com/
http://neeta-myown.blogspot.com/

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home