Sunday, February 24, 2008

કૈંક તો કારણ હશે !

પાંદડું પીળું થવાનું, કૈંક તો કારણ હશે
એમ, કૂંપળ ફૂટવાનું કૈંક તો કારણ હશે !

એકચક્રી છે હજૂ સામ્રાજ્ય સુરજનું, છતાં
અસ્તથઈનેં ઊગવાનું, કૈંક તો કારણ હશે !

વાદળોનું સંઘરેલાં ભેજથી સધ્ધર થવું
ને પછી, વરસી જવાનું કૈંક તો કારણ હશે !

કાચ છે, તો તૂટશે આજે નહીં તો કાલ, પણ
ફ્રેમવચ્ચે રાખવાનું, કૈંક તો કારણ હશે !

ડો.મહેશ રાવલ

7 Comments:

At 11:23 AM , Blogger UrmiSaagar.com said...

વાહ મહેશભાઈ, ચારેય અશઆર ખૂબ જ મજાનાં થયા છે... છેલ્લા ત્રણ તો ખૂબ જ ગમ્યા. પરંતુ પાંચમો શેર કેમ બાકી રાખ્યો? :-)

 
At 4:17 PM , Blogger નીતા કોટેચા said...

ખુબ સરસ

 
At 10:05 PM , Blogger વિવેક said...

આખી ગઝલ જ ગમી ગઈ... ચારેય શેર જાનદાર થયા છે... પહેલો શેર વાંચીને ર.પા. યાદ આવી ગયા:


http://layastaro.com/?p=157

 
At 7:56 AM , Blogger Chetan Framewala said...

આખી ગઝલ સુંદર છે . અભિનંદન...
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

 
At 8:12 AM , Blogger Chetan Framewala said...

Maheshbhai,
please select ; comment mode open for all, u have restricted non blogers from posting their comment, as I am sure many wants to write about ur beutiful work.
jai gurjari,
chetan framewala

 
At 6:20 PM , Blogger shubham said...

mashaalaah! lage raho maheshbhai, gazalo pustak rupe prakat karavaanu vicharo

 
At 10:08 AM , Blogger Jayshree said...

ખરેખર... બધા જ શેર ગમી ગયા..
એમા પણ આ શેર તો ખૂબ જ ગમ્યો..

એકચક્રી છે હજૂ સામ્રાજ્ય સુરજનું, છતાં
અસ્તથઈનેં ઊગવાનું, કૈંક તો કારણ હશે !

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home