Friday, August 08, 2008

પોષાય એવું ક્યાં હતું !

કંઈ નવેસર ધારવું પોષાય એવું ક્યાં હતું
આ તબક્કે,હારવું પોષાય એવું ક્યાં હતું !

વ્યસ્ત રાખ્યો છે સતત,સગપણ ગણાતાં વળગણે
'ને હવે,પરવારવું પોષાય એવું ક્યાં હતું !

તરવરે છે આંખ સામે,કાલનોં વૈભવ હજૂ
મન મનાવી,વારવું પોષાય એવું ક્યાં હતું !

હું મથું છું ભેદ ભીતરનાં ઉકલવા,ત્યાં વળી
બ્હારનું વિચારવું પોષાય એવું ક્યાં હતું !!


ડો.મહેશ રાવલ

6 Comments:

At 6:43 PM , Blogger ...* Chetu *... said...

અતિ સુંદર ..

 
At 8:04 PM , Blogger nilam doshi said...

હું મથું છું ભેદ ભીતરનાં ઉકલવા,ત્યાં વળી
બ્હારનું વિચારવું પોષાય એવું ક્યાં હતું !!
khub sundar..

 
At 11:12 PM , Blogger Chetan Framewala said...

શબ્દ કેરી આ રમત ભુલાય તેવું ક્યાં હતું
શબ્દને ભૂલી ફરી જીવાય તેવૂ ક્યાં હતું

સુંદર --- અતિસુંદર્.....

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

 
At 12:10 AM , Blogger Unknown said...

તરવરે છે આંખ સામે,કાલનોં વૈભવ હજૂ
મન મનાવી,વારવું પોષાય એવું ક્યાં હતું !
સરસ..પોષાય એવી ગઝલ.

 
At 5:06 AM , Blogger વિવેક said...

ઓછા શેર પન વધુ વાત કરતી ગઝલ... મજા આવી, સાહેબ!

 
At 9:47 AM , Blogger Unknown said...

saras... gazal vanchavi chokkas poshaay evi chhe. ane comment karavi pan... lage raho..

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home