Saturday, July 26, 2008

વાત નોંખી !

પગલે-પગલે ભાત નોંખી
ભાતે-ભાતે જાત નોંખી !

ટોળું થઈ સપનાં ફરે,પણ
સપને-સપને વાત નોંખી !

રસ્તો,કેડી,'ને વળાંકો
માથે ભમતી ઘાત નોંખી !

અવસર,અવઢવ,સાદ,પડઘા
હર ક્ષણની ઓકાત નોંખી !

લીલી-પીળી ઝાંય વચ્ચે
વિસ્તરતી અમીરાત નોંખી !

ડો.મહેશ રાવલ

3 Comments:

At 7:20 PM , Blogger Unknown said...

તમારી આ ગઝલની વાત જ નોખી..!

 
At 5:58 AM , Blogger વિવેક said...

સુંદર રચના...

 
At 11:44 PM , Blogger jjugalkishor said...

ટોળું થઈ સપનાં ફરે,પણ
સપને-સપને વાત નોંખી !

લીલી-પીળી ઝાંય વચ્ચે
વિસ્તરતી અમીરાત નોંખી !

પ્રથમ શેરમાં ‘પણ’ શા માટે ? કારણ કે જો ટોળું જ હોય તો પછી ત્યાં નોખાપણું જ હોય, અન્ય કશું નહીં !
બીજા શેરમાં ઝાંય અને અમીરાતનો સંબંધ સમજાયો નથી.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home