Monday, December 08, 2008



ઠોકરો ખાધી...

બદલતી હર અસરની ઠોકરો ખાધી
અમે, કારણ વગરની ઠોકરો ખાધી !

ઉઘડતી ગઈ નજરની ભૂખ, સરવાળે
છતી આંખે, નજરની ઠોકરો ખાધી !

ઘણાંએ માત્ર ખાધી છે ઉપરછલ્લી
ઘણાંએ, જાતપરની ઠોકરો ખાધી !

ગજા ઉપરાંત જોયાં જેમણે સપના
બધાએ, એજ બરની ઠોકરો ખાધી !

પરોક્ષ જ ઠીક છે વહેવાર, ઈશ્વરથી
નકામી દર-બ-દરની ઠોકરો ખાધી !

જુઓ સંજોગ કે, મૂક્યું હતું પાણી
ફરીથી એ નગરની ઠોકરો ખાધી !

વળ્યું નહીં કંઈ અને આંખે થયાં અમથા
ઉપરથી, સાવ ઘરની ઠોકરો ખાધી !!!!


ડો.મહેશ રાવલ


2 Comments:

At 11:49 PM , Blogger Unknown said...

પ્રત્યેક માણસ ઠોકરો ખાતો હોય છે...પ્રત્યેક ઠોકર કશુંક નવું શીખવી જાય છે..કોઈની ચોટ ઉપરછલ્લી હોય તો કોઈની ઉંડી હોય...આ વાતનું શબ્દોમાં સુંદર નિરૂપણ.

 
At 3:42 AM , Blogger Unknown said...

again... nice one..

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home