Thursday, February 05, 2009


વાત, મૂંઝાતી ફરે...!

ઘરમાં જ ઘરની વાત, મૂંઝાતી ફરે
સંબંધ ઓઢી, જાત મૂંઝાતી ફરે !

ધારણ કરેલાં હોય સગપણ, આમ તો
પણ અંશતઃ, ઓકાત મૂંઝાતી ફરે !

દીવા વગરના ટોડલા જેવું હૃદય
'ને રક્તમાં, મિરાત મૂંઝાતી ફરે !

ઝળહળ થવા મથતી અમીરી, વાંઝણી
કાં પૂર્વ, કાં પશ્ચાત, મૂંઝાતી ફરે !

સામાન્યરીતે થાય, એવું થાય નહીં
'ને રાત, આખીરાત મૂંઝાતી ફરે !

પડઘા વગરના સાદ, રસ્તો આંતરે
ત્યાં લાગણી સાક્ષાત મૂંઝાતી ફરે !

વરસો બદલતાં જાય આપોઆપ, 'ને
બે શ્વાસ વચ્ચે, ઘાત મૂંઝાતી ફરે !


ડો.મહેશ રાવલ
આ બ્લોગની ગઝલ નં-૧૦૦

9 Comments:

At 4:28 PM , Blogger ધવલ said...

દીવા વગરના ટોડલા જેવું હૃદય
'ને રક્તમાં, મિરાત મૂંઝાતી ફરે !

- સરસ !

 
At 6:05 AM , Blogger વિવેક said...

દીવા વગરના ટોડલા જેવું હૃદય
'ને રક્તમાં, મિરાત મૂંઝાતી ફરે !

- સુંદર ગઝલ...

સોમી ગઝલ બદલ અભિનંદન !

મિરાત અને ઓકાત- આ બે કાફિયા જેટલા આપે વાપર્યા છે, બીજા કોઈ કવિએ વાપર્યા નહીં હોય... ક્યા બાત હૈ !

 
At 6:40 PM , Blogger Harshad Jangla said...

મહેશભાઈ
સરસ ગઝલ છે.
મને મિરાત નો અર્થ કહેશો પ્લીઝ ?
-Harshad Jangla
Atlanta, USA

 
At 7:57 PM , Blogger BHARAT SUCHAK said...

bahu sarash

 
At 9:12 PM , Blogger Amit Panchal said...

Khub saras & congratulations !!

BAdhi gazal khub saras rite varnan karyu che.

Keep it up mahesbhai !!

Gujarati shayri mate ahi click karo: http://gujaratishayri.wordpress.com

 
At 9:57 PM , Blogger रज़िया "राज़" said...

ઝળહળ થવા મથતી અમીરી, વાંઝણી
કાં પૂર્વ, કાં પશ્ચાત, મૂંઝાતી ફરે !

સામાન્યરીતે થાય, એવું થાય નહીં
'ને રાત, આખીરાત મૂંઝાતી ફરે !
અદભૂત! વાહ! સુંદર!રચના.

 
At 8:42 AM , Blogger Unknown said...

સરસ ગઝલ થઈ છે! મત્લો તો કેવો જાનદાર -

ઘરમાં જ ઘરની વાત, મૂંઝાતી ફરે
સંબંધ ઓઢી, જાત મૂંઝાતી ફરે !.....વાહ!

Hemant Punekar

 
At 4:24 AM , Blogger Unknown said...

ઘરમાં જ ઘરની વાત, મૂંઝાતી ફરે
સંબંધ ઓઢી, જાત મૂંઝાતી ફરે !

વાહ..મહેશભાઈ સુંદર..

 
At 2:57 AM , Blogger divyesh vyas said...

પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ' પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home