Friday, January 09, 2009

તો વધાવું ........

એક પગલું આ તરફ ભર, તો વધાવું
તોડ બંધન, આવ ભીતર તો વધાવું

ક્યાંસુધી વાગોળવા કિસ્સા અધૂરા ?
કોઈ નક્કર આપ અવસર, તો વધાવું

ક્યારનો તૈયાર બેઠો છું અહીં હું
તું ય થઈને આવ તત્પર, તો વધાવું

કોણ ઝાલે હાથ મારો, આ તબક્કે ?
તું જ આગળ આવ ઈશ્વર, તો વધાવું

કોઇરીતે ક્યાં હતું કંઈ પર, અસરથી ?
પીગળે એકાદ પથ્થર, તો વધાવું !


ડો.મહેશ રાવલ

4 Comments:

At 5:23 AM , Blogger Unknown said...

કોઇરીતે ક્યાં હતું કંઈ પર, અસરથી ?
પીગળે એકાદ પથ્થર, તો વધાવું !
સુંદર
તેને પ્રેમ કરો
મૂંગા મૂંગા જેના પોકારો જોઇ પીગળે પથ્થર પહાડો,
જેના આંસુની ધારેધારે તારે માટે વેદના ચાલે
તેને તેને ચાંપ્યા વિના ચાલશે ના...
પ્રેમ કર્યા વિના
પ્રજ્ઞાજુ

 
At 6:57 AM , Blogger Unknown said...

વાંચતા જ અનાયાસે વાહ ! કહેવાઈ ગયું...!
મત્લાથી મક્તા સુધીની વધામણાની સફર કવિના સતત હકારાત્મક અભિગમની ગવાહી પૂરે છે.

 
At 7:37 AM , Blogger kapil dave said...

khubaj saras rachna

aa gazal ne vadhavvij padshe

 
At 9:42 PM , Blogger વિવેક said...

સ-રસ ગઝલ...

એક પગલું આ તરફ ભર, તો વધાવું
તોડ બંધન, આવ ભીતર તો વધાવું
- મજેદાર શેર... કાફિયાઓ પણ સરસ નિભાવાયા છે...

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home