Thursday, January 22, 2009


ત્યાંસુધી તું રાહ જો...!


વારતા પૂરી કરી લઉં, ત્યાંસુધી તું રાહ જો
જાત આખી પાથરી લઉં, ત્યાંસુધી તું રાહ જો !

એક ભીંતે,સ્હેજ લૂણો લાગતો દેખાય છે
મૂળસોતો ખોતરી લઉં, ત્યાંસુધી તું રાહ જો !

પ્રશ્ન કેવળ છે સમયનો, આ તરફ-પેલી તરફ
વાસ્તવિક્તા આવરી લઉં, ત્યાંસુધી તું રાહ જો !

હોય દરિયો,એ કદી બંધાય છે ક્યાં કોઇથી ?
એ હદે હું વિસ્તરી લઉં, ત્યાંસુધી તું રાહ જો !


ડો.મહેશ રાવલ

4 Comments:

At 10:17 PM , Blogger Unknown said...

દરિયાની જેમ વિસ્તરવાની વાત સ્પર્શી ગઈ મહેશભાઈ.
દુનિયા સાંકડી થઈ ગઈ છે, સાથેસાથે માણસના મન પણ સાંકડા થયાનો અનુભવ છે ત્યારે સાચે જ, મનનો વિસ્તાર આવશ્યકતા વધી જાય છે.
સુંદર ગઝલ.

 
At 8:19 AM , Blogger ધવલ said...

પ્રશ્ન કેવળ છે સમયનો, આ તરફ-પેલી તરફ
વાસ્તવિક્તા આવરી લઉં, ત્યાંસુધી તું રાહ જો !

- સરસ !

 
At 9:21 PM , Blogger પ્રતિક મોર said...

આ તુ શુ લઇ ને આવ્યો છે મારા માટે.
જીવિત છુ ને લાવ્યો છે કફન મારા માટે.

ઉજવણિ કરજે મારા ગયા પછી 'પ્રતિક',
પણ હમણા રાહ તો જો. મારા મરણ માટે.

પ્રતિક મોર
praitknp@live.com

 
At 4:54 AM , Blogger dilip said...

Sunder gazal chhe Maheshbhai..jore kalam aur jiyada.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home