Friday, January 30, 2009


આગળ વધે !

થઈજાય બે-કાંઠે નદી, 'ને જળ વધે
એવું બને કે વારતા આગળ વધે !

ભીતર કશુંક ઉભરાય આપોઆપ, 'ને
અધિકારપૂર્વક, પર્વતા આગળ વધે !

સઘળાં હિસાબો થાય સરભર, આમ તો
પણ શક્ય છે, એકાદ આખી પળ વધે !

દીશા દસે-દસ એમ ઉઘડી જાય, કે
સાતેય કોઠે દીવ્યતા ઝળહળ વધે !

કૂંચી ફરે અકબંધ તાળામાં, અને
છેલ્લે પછી, ઉઘડી ગયેલી કળ વધે !


ડો.મહેશ રાવલ

4 Comments:

At 5:06 AM , Blogger વિવેક said...

સુંદર ગઝલ...

સઘળા હિસાબો થાય સરભર આમ તો,
પણ શક્ય છે એકાદ આખી પળ વધે !
-શું સુંદર વાત કહી છે, ડોક્ટરસાહેબ !! વાહ!

 
At 9:05 PM , Blogger ધવલ said...

સઘળાં હિસાબો થાય સરભર, આમ તો
પણ શક્ય છે, એકાદ આખી પળ વધે !

- સરસ !

 
At 4:46 AM , Blogger નીતા કોટેચા said...

ખૂબ સરસ

 
At 1:39 AM , Blogger sneha-akshitarak said...

સઘળાં હિસાબો થાય સરભર, આમ તો
પણ શક્ય છે, એકાદ આખી પળ વધે !

khub j saras line che aa...

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home