Monday, December 29, 2008


તો લખો !

પર્વ ઉજવાય એવું મળે,તો લખો
ક્યાંય માણસપણું ઝળહળે,તો લખો !

દૂરથી તો બધું હોય રળિયામણું
હાથવેંતે,અપેક્ષા ફળે તો લખો !

કોઇ અચરજ નથી ઓટ-ભરતી વિષે
હા!કિનારો સ્વયં ઓગળે તો લખો !

આખરે તો બધાં એજ રસ્તે જશે
કોઇ અપવાદ જો નીકળે,તો લખો !

અર્થ સમજાય એવો નથી,તે છતાં
જિંદગી અર્થને સાંકળે,તો લખો !


ડો.મહેશ રાવલ

2 Comments:

At 4:19 AM , Blogger ...* Chetu *... said...

jivan na arth ne samjavo kathin chhe... gahan chintan no vishay..!

 
At 10:42 AM , Blogger Unknown said...

અર્થ સમજાય એવો નથી,તે છતાં
જિંદગી અર્થને સાંકળે,તો લખો !
ખૂબ સુંદર
શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.
ઓ મ
ઋષિએ કહ્યું કે અહં બ્રહ્માસ્મિ, હું પરમાત્મા છું.
સૂફી સંતોએ અનલહક કહીને એ જ વાત તરફ અંગૂલીનિર્દેશ કરેલો છે.
સોહમ્ શબ્દમાં ભારતીય યોગી, મુની, જ્ઞાની કે તત્વજ્ઞાનીઓની આત્મિક સાધનાનું સરવૈયું આવી જાય છે. એ શબ્દમાં ભારતીય ધર્મ, તત્વજ્ઞાન, કે સાધનાનો, વરસોનાં ચિંતન, મનન ને તપને પરિણામે પ્રાપ્ત થયેલો નિષ્કર્ષ આવી જાય છે. હવે સોહમ્ શબ્દમાંથી આગળનો સ કાઢી નાંખો ને છેલ્લો મ રહેવા દઈને વચલો હ કાઢી નાંખો તો ફક્ત ઓમ બાકી રહેશે.ઓમકારમાં ભારતીય તત્વજ્ઞાન અને સાધનાનો અર્ક આવી જાય છે પ્રજ્ઞાજુ

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home