Tuesday, July 22, 2008


પછી,બે-ફામ રોયો છું


અનાયાસે ખરી કૂંપળ,પછી બે-ફામ રોયો છું
નજરસામે સુકાયું જળ,પછી બે-ફામ રોયો છું

હતું કે,જિંદગી સાથે ઘરોબો કેળવી લેશું
મળી નહીં કોઇ એવી પળ,પછી બે-ફામ રોયો છું

ત્યજીબેઠો કિનારો,ખાતરી ઊંડાણની કરવા
ન આવ્યું કોઇરીતે તળ,પછી બે-ફામ રોયો છું

ન આવ્યો સ્હેજપણ અણસાર,ને પલટાઈ ગઈ બાજી

કરી ગઈ જિંદગી ખુદ છળ,પછી બે-ફામ રોયો છું

રમ્યો'તો બાટ છેલ્લી,જીતવા હારી ગયેલું હું
ન આવ્યું કામ કંઈ અંજળ,પછી બે-ફામ રોયો છું

કસોટી પણ ન થઈ નક્કર,ન થઈ સરખામણી સધ્ધર

અપેક્ષાકૃત્ મળ્યું નહીં ફળ,પછી બે-ફામ રોયો છું


ડો.મહેશ રાવલ

3 Comments:

At 11:15 PM , Blogger jjugalkishor said...

બહુ જ મજાની ગઝલ.

મને તો ઈચ્છા થાય કે આપ ગઝલની કેડીએ ચાલવાનું શરુ કરી રહેલાંઓ –મારા જેવાઓને – કંઈક ને કંઈક શીખવો. આ કાર્ય આશીર્વાદ રુપ થાય એવું છે.

 
At 6:27 AM , Blogger વિવેક said...

ત્યજીબેઠો કિનારો,ખાતરી ઊંડાણની કરવા
ન આવ્યું કોઇરીતે તળ,પછી બે-ફામ રોયો છું
-આપણા સહુ સાથે કંઈક આવું જ નથી બનતું?

 
At 3:25 AM , Blogger Unknown said...

hi
bahu saru lakho chho

regards,
gaurang rawal

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home